છેલ્લે સુધાર્યું: 05-Oct-2026
Call કરો +91-63590-11009 Visit પહેલાં reports મોકલો
નવું શરૂ થયેલું પેટ ફૂલવું, જલદી પેટ ભરાઈ જવું કે પેડુનો દુખાવો અઠવાડિયાંથી મોટા ભાગના દિવસે રહે, તો બીજી ગેસની દવા નહીં — sonography કરાવો.
Ovary, fallopian tube અને peritoneum નું cancer એક જ રોગ ગણાય છે. લક્ષણો એક જેવાં, તપાસ એક જેવી, અને સારવારનો રસ્તો પણ એક જ.
કોઈ પણ chemotherapy પહેલાં tissue થી રોગ પાકો થાય છે, અને markers જોવાય છે, જેથી આંતરડા કે હોજરીનું cancer છૂટી ન જાય.
Ovarian cancer ના શરૂઆતનાં લક્ષણો એવાં છે જે લગભગ દરેક બહેનને ક્યારેક ને ક્યારેક થયાં હોય. ફરક એ લક્ષણો કેવી રીતે વર્તે છે એમાં છે.
મોટા ભાગની બહેનો આ ચાર તકલીફ લઈને આવે છે: પેટ ફૂલેલું કે તંગ રહે, બે-ચાર કોળિયામાં પેટ ભરાઈ જાય, ગેસ જેવું લાગે, અને પેડુમાં કે નીચલા પેટમાં ધીમો દુખાવો. એકલું જોઈએ તો આ બધું સામાન્ય છે અને મોટે ભાગે નુકસાન વગરનું. ધ્યાન ત્યારે આપવું જ્યારે આ નવું શરૂ થયું હોય, મોટા ભાગના દિવસે રહેતું હોય — મહિનામાં બાર દિવસથી વધારે — અને આવ-જા કરવાને બદલે અઠવાડિયાંથી ચાલતું હોય. પચાસ વર્ષથી મોટી બહેનોમાં આ સૌથી વધુ મહત્ત્વનું છે.
હું રોજ OPD માં જોઉં છું — ઘરમાં બધાંનું ધ્યાન રાખતી બહેન પોતાનું પેટ “ગેસ છે” કહીને મહિનાઓ કાઢી નાખે છે. થોડાં અઠવાડિયાં ગેસની દવા પછી પણ મોટા ભાગના દિવસે પેટ ફૂલતું હોય, તો આગળનું પગલું પેડુની sonography છે, વધારે સ્ટ્રોંગ દવા નહીં.
અંડાશય (ovary), fallopian tube અને peritoneum — પેટની અંદરનું પાતળું પડ — આ ત્રણેયના cancer ને એક જ રોગ ગણીને stage અપાય છે અને સારવાર થાય છે.
એટલે report માં “tubal” કે “primary peritoneal” cancer લખ્યું હોય તો એ કોઈ અજાણ્યો, જુદો રોગ નથી. લક્ષણો એ જ, તપાસ એ જ અને સારવારનો રસ્તો પણ ovarian cancer જેવો જ. Primary peritoneal cancer માં scan પર ovaries લગભગ normal દેખાઈ શકે, અને રોગ પેટના પડ પર હોય — એટલે normal દેખાતી ovary એકલી શોધ પૂરી નથી કરતી.
આંતરડા કે હોજરીથી શરૂ થઈને એ જ પડ પર ફેલાયેલું cancer જુદો રોગ છે, અને એની સારવાર પણ જુદી. એટલે બંનેને અલગ પાડવું તપાસનો ભાગ છે.
ક્યારેક પહેલો સંકેત બહેનને લાગતી તકલીફ નહીં, પણ તપાસમાં કે scan માં મળતી વાત હોય છે.
આમાંની કોઈ પણ એક વાત હોય તો નીચેની આખી તપાસ જોઈએ — ત્રણ મહિના પછી ફરી scan નહીં.
તપાસ જેટલો જ મહત્ત્વનો એનો ક્રમ છે. દરેક તપાસ જે જવાબ આપે, એના પર આગળની તપાસ ટકે છે.
બે તપાસ ઘણી વાર મંગાય છે પણ આ તબક્કે મોટે ભાગે જરૂરી નથી: PET-CT, જે પેટની બહારના ફેલાવાની શંકા માટે રખાય છે, અને પેડુનો MRI, જે sonography પર ગાંઠ સમજાય નહીં ત્યારે જ વપરાય છે.
| તમે શું અનુભવ્યું | શું પૂરતું નથી | શું જોઈએ |
|---|---|---|
| અઠવાડિયાંથી મોટા ભાગના દિવસે પેટ ફૂલે | બીજો એક મહિનો ગેસની દવા | પેડુની sonography |
| બે-ચાર કોળિયામાં પેટ ભરાઈ જાય | ફક્ત ખોરાક બદલવો | તપાસ અને sonography |
| પેટમાં વારંવાર પાણી ભરાય | વારંવાર પાણી કઢાવતા રહેવું | Tissue, markers અને contrast CT |
| પેડુમાં નક્કર ભાગવાળી ગાંઠ | ત્રણ મહિના પછી ફરી scan | Markers, CT અને planned biopsy |
| CA-125 વધેલું આવ્યું | ફક્ત આંકડા પરથી સારવાર શરૂ | Tissue થી નિદાન અને સાથે CEA |
CT પરથી મળતો stage કામચલાઉ છે. Ovarian cancer નો છેલ્લો stage ઓપરેશનમાં નક્કી થાય છે, જ્યારે surgeon દરેક સપાટી જુએ છે અને pathologist કાઢેલી પેશી તપાસે છે.
પેટના પડ પરની ઝીણી ગાંઠો scan માં ન દેખાય એટલી પાતળી હોઈ શકે, એટલે ઓપરેશન પછી stage બદલાઈ શકે. પહેલી સારવાર શરૂ થાય એ પહેલાં દરેક કેસ tumour board પર ચર્ચાય છે.
હા. મોટા ભાગે કારણ cancer નથી હોતું, પણ નવું શરૂ થયેલું અને મોટા ભાગના દિવસે રહેતું પેટ ફૂલવું અઠવાડિયાં પછી પણ ન જાય, તો પેડુની sonography કરાવવી જોઈએ. એક જ તપાસ મોટા ભાગની બહેનોને નિશ્ચિંત કરી દે છે, અને જેમને આગળ તપાસ જોઈએ એમને ઓળખી આપે છે.
મોટે ભાગે નહીં. પણ પેટમાં પાણી ભરાતું હોય કે બીજી નિશાની હોય, તો normal દેખાતી ovary એકલી પૂરતી નથી. Primary peritoneal cancer માં ovaries લગભગ normal દેખાઈ શકે અને રોગ પેટના પડ પર હોય. એવા સંજોગમાં CT અને markers થી તપાસ આગળ વધે છે.
ના, ફક્ત એના પરથી નહીં. CA-125 બીજી સ્થિતિમાં પણ વધે — આપણે ત્યાં પેટના પડનો TB એમાંની એક મહત્ત્વની સ્થિતિ છે. એ sonography, CT અને CEA સાથે વંચાય છે, અને નિદાન હંમેશાં tissue થી થાય છે.
કારણ કે આંતરડા કે હોજરીનું cancer ovaries અને પેટના પડ પર ફેલાઈને scan પર ovarian cancer જેવું દેખાઈ શકે. CA-125 અને CEA નું સંતુલન સ્પષ્ટ ovary તરફ ન હોય, તો colonoscopy અને endoscopy ખાતરી કરે છે કે સાચા cancer ની સારવાર થાય.
BRCA positive હોય ત્યારે નજીકનાં સગાં — દીકરીઓ, બહેનો — ને પણ test offer કરાય છે, અને એ પૂરું થાય ત્યાં સુધી follow-up રખાય છે. આ પગલું ઘણી વાર ભુલાઈ જાય છે, એટલે મમ્મીની visit વખતે જ પૂછી લેવું.
Gota OPD માં Dr Swati Shah સાથે consultation નોંધાવો — +91-63590-11009
તપાસમાં cancer નક્કી થયું હોય તો આ site નું મુખ્ય સારવારનું પાનું વાંચો: અમદાવાદમાં ovarian cancer નું ઓપરેશન.
Dr Swati Shah — MS, DrNB (Surgical Oncology) · Ovary Cancer Surgeon
Indian Ovary Cancer Institute I Ovary cyst & tumour treatment — SF-203, 2nd Floor, Olive Greens, Gota, S G Highway, Ahmedabad, Gujarat 382481
Dr Swati Shah Gynec Oncologist I Uterus, Cervix, Ovary Cancer I Robotic & CRS HIPEC — Apollo Hospital International Limited, Plot No. 1 A, GIDC Bhat Industrial Estate, Bhat, Gandhinagar, Gujarat 382428
Swasth Parivar: twice a month, practical advice on recovery, diet and warning signs. No advertising. Stop any time.
Your number is used for these updates and for the clinic to reach you. It is never sold or passed on. To stop, reply STOP on WhatsApp.